Translate

Saturday, March 8, 2014

સુરતી ઘારી

સુરતી ઘારી


Ingredients - સામગ્રી: 
  • ૧૦૦ ગ્રામ મેંદો 
  • ચોક્ખું ઘી
  • ૧૦ ગ્રામ બદામ પીસ્તાનો ભૂકો 
  • ૧ ચમચી મિલ્ક પાવડર
  • ઈલાયચી
  • જાયફળ 
  • ખાંડેલી જાવંત્રી 
  • ૧૦૦ ગ્રામ માવો 
  • ૬૦ ગ્રામ બૂરુ ખાંડ 
  • તળવા માટે ઘી 
  • ૧૦ ગ્રામ બૂરુ ખાંડ+ચોક્ખું ઘી+ડાલ્ડા ઘી ઘારીને પીવડાવવા

રીત: 
  • મેંદામાં મૂઠી પડતું ચોખ્ખા ઘીનું મોણ નાખો. ઠંડા પાણીથી લોટ બાંધો. પૂરી જેવા લૂવા કરીને પાતળી પૂરી વણો.
  • આ પછી બદામ પીસ્તા ખાંડીને નાખો. તેમાં મિલ્ક પાઉડર ઈલાયચી જાયફળ જાવંત્રી ખાંડીને પ્રમાણસર નાખો. માવાને ધીમા તાપે શેકો અને તેનું ઘી છૂટું પડતા બદામ, પીસ્તા, જાયફળ, જાવંત્રી, ઈલાયચી નાખી ૧ મિનીટ શેકો. પૂરણ ઠંડુ કર્યા પછી બૂરું ખાંડ મેળવો. મેંદાની વણેલી પૂરીને ચોરસ કાપી તેમાં માવાને પેટીસ આકાર આપી મૂકો. સામસામેના પડ સહેજ પાણીથી ચોંટાદો.
  • હવે ઘીમાં તળો. ઠંડી પડતા ડાલ્ડા ઘી અને ચોક્ખું ધી સહેજ ગરમ કરો. તેને નીચે ઉતારી બૂરું ખાંડ ભેળવો. ચોથા ભાગનો કપ ઘી હોય તો ૧ ચમચી ખાંડ નાખો. તૈયાર કરેલી ઘારી, ઘી ખાંડમાં બે ત્રણ વખત બોળીને બહાર થાળીમાં મૂકો. ઉપરનું પડ વધુ જાડુ કરવા ઘારીને થોડી વાર રેફ્રીજરેટરમાં મૂકી ફરી ઘીમાં બોળો.


કાજુકતરી

કાજુકતરી



Ingredients - સામગ્રી: 
  • બસો ગ્રામ કાજુ 
  • ૧૦૦ ગ્રામ ખાંડ 
  • ૧ ટી સ્પૂન ઘી 
  • વરખ
રીત: 
  • ખાંડ લઈને ખાંડ ડૂબે એટલુ પાણી ઉમેરી સ્ટવ પર લઈ ચાસણી કરો. 
  • જો મેલ દેખાય તો ઉકળે એટલે સહેજ દૂધ નાખીને મેલ કાઢી નાખવો. 
  • ટપકું મૂકો તો ખસે નહીં તેવી ત્રણ તારની ચાસણી તૈયાર થઈ ગયેલી જણાય એટલે કાજુનો ભૂકો કરીને ચાસણીમાં નાખો અને મિશ્રણને સારી એવી હલાવો.
  • રોટલો વણાય એવું બંધારણ થયેલુ જણાય એટલે તેમાં ૧ ચમચી ઘી નાખી સારી પેઠે હલાવી સ્ટવથી નીચે ઉતારો અને બે પ્લાસ્ટિક વચ્ચે મૂકી વણો. 
  • વરખ લગાડીને કાપા કરો. કાજુકતરી તૈયાર.

Wednesday, March 5, 2014

મોહનથાળ

મોહનથાળ


Ingredients - સામગ્રી

  • ૧ કપ ચણાનો કગરો(જાડો) લોટ
  • ૧ કપ ખાંડ
  • ૧ કપ ઘી
  • ૫૦ ગ્રામ માવો
  • ૧ ચમચી બદામ પીસ્તાની કતરી
  • ચાંદીનો વરખ
  • થોડુ કેસર
  • થોડી ઈલાયચી વાટેલા

રીત: 
  • ૧ થાળીમાં ચણાનો લોટ લઈને વચ્ચે ખાડો કરી ૧ ચમચી દૂધ મૂકી પાંચ મિનીટ ઢાંકી દો અને પછી તેને ચાળે લો.
  • એક તપેલીમાં ખાંડ લઈ તેમાં ડૂબે એટલું પાણી લઈ ચાસણી કરવા ધીમા તાપે ગેસ પર મૂકો. પાણી ઉકળે એટલે તેમાં ૨ ચમચી દૂધ નાખો જેથી ખાંડનો કચરો ઉપર આવી જશે. આ કચરો કાઢી નાખો. જ્યારે થાળીમાં ટપકુ પાડો ને એ ટપકુ રેલાય નહી ત્યારે સમજવુ કે ચાસણી થઈ ગઈ છે. તેમાં કેસર ઈલાયચીનો ભૂકો ઉમેરો. પછી તેને ગેસ પરથી ઉતારી લો.
  • એક તવામાં ઘી ગરમ કરવા મૂકી એમાં ચાળેલો ચણાનો લોટ ધીમા તાપે શેકો. ધીરે ધીરે ગુલાબી થવા માંડશે. ઘેરો ગુલાબી થતા તેમાં માવો ઉમેરો અને પાંચ દસ સેકંડ માટે શેકો અને પછી ગેસ પરથી નીચે ઉતારી તેમાં ગરમ ચાસણી ઉમેરી હલાવતા રહેવું. જ્યારે તે ઠરવા લાગે ત્યારે થોડું ઘી લગાડી તૈયાર રાખેલી થાળીમાં પથરવું. તેની પર તરત જ બદામ પીસ્તાની કતરી પાથરી ન દેવી નહીં તો તેમા ચોંટશે જ નહી. ત્યારબાદ તરત જ તેની ઉપર ચાંદીનો વરખ પાથરી દેવો.ઠંડુ પડતા ચોસલા પાડી દેવા.સ્વાદિષ્ટ મોહનથાળ તૈયાર.

શીખંડ

શીખંડ

Ingredients - સામગ્રી
  • ૧ લિટર દૂધ
  • ૧ નાની ચમચી મોળું દહીં
  • ૨૦૦ ગ્રામ ખાંડ
  • કેસર
  • ઇલાયચી
શીખંડ બનાવવાની 2 રીતો છે:

રીત:૧:
  • મલાઇવાળા હૂંફાળા દૂધમાં ૧ નાની ચમચી મોળું દહીં નાખી મેળવવું.મેળવણ નાખેલું દૂધ ગરમ જગ્યાએ,ગેસ નજીક કે ગરમ તપેલી ઉપર મૂકવું.દહીં જલદી થઇ જશે.
  • આ દહીંને કપડામાં બાંધી,અધ્ધર લટકાવી,મસ્કો તૈયાર કરવો.
  • કંતાન પર ધોતિયા જેવું ઝીણું કપડું પાથરી,તેના પર દહીં મુકવાથી મસ્કો જલ્દી તૈયાર થાય છે.લગભગ ૪૦૦ ગ્રામ મસ્કો તૈયાર થશે.
  • ચાળણીમાં થોડોક મસ્કો ચળવો.થોડીક ખાંડ નાખવી.આમ વારાફરતી બંને ચાળવાં.
  • તેમાં ઇલાયચીનો ભૂકો અને કેસર નાખવાં.જે વસ્તુનો શીખંડ બનાવવો હોય તે વસ્તુ તેમાં નાખી શકાય. (મેંગો,પાઇનેપલ,બદામ,કાજુ,દ્રાક્ષ વગેરે.)

રીત:૨:
  • મલાઇવાળા હૂંફાળા દૂધમાં ૧ નાની ચમચી મોળું દહીં નાખી મેળવવું.૨ નાની ચમચી મોળું દહીં નાખી મેળવવું.૨ નાની ચમચી કોર્નફ્લોર થોડાક ઠંડા દૂધમાં ઓગાળી હૂફાંળા દૂધમાં નાખવું.
  • દહીં તૈયાર થઇ જાય ત્યારે કપડામાં બાંધી,અધ્ધર લટકાવી,મસ્કો તૈયાર કરવો.
  • ખૂબ ગરમી હશે અને મસ્કો કરવા બહાર લટકાવવામાં આવશે તો ખાટો થઇ જશે.આવી પરીસ્થિતિમાં દહીં કાણાવાળા વાડકામાં કાઢી,તેની નીચે તપેલી મૂકી ફ્રિજમાં મૂકવું.તેથી મસ્કો મોળો રહેશે.
  • મસ્કા કરતાં અડધી ખાંડ લેવી.

ટીપ :
  • હૂંફાળા દૂધમાં ૧ નાની ચમચી મોળું દહીં નાખી,બાઉલને કેસરોલમાં મૂકવાથી દહીં જલ્દી થાય છે.

Tuesday, March 4, 2014

ઘઉંના લોટનો શીરો

ઘઉંના લોટનો શીરો



Ingredients - સામગ્રી
  • ૧ કપ ઘઉંનો સહેજ જાડો લોટ
  • ૧ કપથી સહેજ ઓછું ઘી
  • ૩ કપ પાણી
  • દ્રાક્ષ
  • ૧ કપ ખાંડ
  • ઇલાયચીનો ભૂકો
  • બદામ

Method - રીત:
  • એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકવું.તેમાં ઘઉંનો નો લોટ નાખવો.બીજી બાજુ બીજા વાસણમાં પાણી ગરમ કરવા મૂકવું.
  • લોટ બદામી રંગનો થાય એટલે તેમાં ગરમ પાણી રેડવું.હલાવતા રહેવું.પાણી બળી જાય એટલે તેમાં ખાંડ નાખવી.
  • ઘી છૂટું પડે એટલે ઇલાયચીનો ભૂકો નાખી ઉતરી લેવું.દ્રાક્ષ ગરમ પાણીમાં નાખવી જેથી ફૂલે.
  • બદામને બાફીને,કાતરી કરીને નાખવી.

રવાનો શીરો - Rava Sheero (સત્યનારાયણના પ્રસાદનો શીરો)

Rava Sheero - રવાનો શીરો




Ingredients - સામગ્રી

  • ૬૦૦ ગ્રામ રવો
  • ૩ લિટર દૂધ
  • ૬૦૦ ગ્રામ ઘી
  • ૬૫૦ ગ્રામ ખાંડ
  • થોડીક ઇલાયચી
  • ચારોળી
  • બદામની કાતરી

Method - રીત:
  • એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકવું.તેમાં રવો નાખી ધીમા તાપે શેકવો.
  • રવો આછો બદામી રંગનો થાય એટલે તેની ઉપર ગરમ દૂધ રેડવુ.તાપ ખૂબ ઓછો રાખવો.
  • દૂધ બળી જાય પછી ખાંડ નાખવી.ઘી છૂટું પડે ત્યારે ઇલાયચીનો ભૂકો નાખી ઉતારી લેવું.
  • શીરા ઉપર ચારોળી અને બદામની કાતરી ભભરાવવી.

Welcome to My Gujarati Recipes Blog

પ્રિય મિત્રો,

ગુજરાતી  વાનગીઓ ના મારા નવા બ્લોગ માં આપ સૌનું સ્વાગત છે.

 આશા છે આપને જોઈતી માહિતી મળે.

આપના સલાહ સૂચન આવકાર્ય છે.

આભાર,
હેતલ ઠાકર