શીખંડ
Ingredients - સામગ્રી
- ૧ લિટર દૂધ
- ૧ નાની ચમચી મોળું દહીં
- ૨૦૦ ગ્રામ ખાંડ
- કેસર
- ઇલાયચી
શીખંડ બનાવવાની 2 રીતો છે:
રીત:૧:
- મલાઇવાળા હૂંફાળા દૂધમાં ૧ નાની ચમચી મોળું દહીં નાખી મેળવવું.મેળવણ નાખેલું દૂધ ગરમ જગ્યાએ,ગેસ નજીક કે ગરમ તપેલી ઉપર મૂકવું.દહીં જલદી થઇ જશે.
- આ દહીંને કપડામાં બાંધી,અધ્ધર લટકાવી,મસ્કો તૈયાર કરવો.
- કંતાન પર ધોતિયા જેવું ઝીણું કપડું પાથરી,તેના પર દહીં મુકવાથી મસ્કો જલ્દી તૈયાર થાય છે.લગભગ ૪૦૦ ગ્રામ મસ્કો તૈયાર થશે.
- ચાળણીમાં થોડોક મસ્કો ચળવો.થોડીક ખાંડ નાખવી.આમ વારાફરતી બંને ચાળવાં.
- તેમાં ઇલાયચીનો ભૂકો અને કેસર નાખવાં.જે વસ્તુનો શીખંડ બનાવવો હોય તે વસ્તુ તેમાં નાખી શકાય. (મેંગો,પાઇનેપલ,બદામ,કાજુ,દ્રાક્ષ વગેરે.)
રીત:૨:
- મલાઇવાળા હૂંફાળા દૂધમાં ૧ નાની ચમચી મોળું દહીં નાખી મેળવવું.૨ નાની ચમચી મોળું દહીં નાખી મેળવવું.૨ નાની ચમચી કોર્નફ્લોર થોડાક ઠંડા દૂધમાં ઓગાળી હૂફાંળા દૂધમાં નાખવું.
- દહીં તૈયાર થઇ જાય ત્યારે કપડામાં બાંધી,અધ્ધર લટકાવી,મસ્કો તૈયાર કરવો.
- ખૂબ ગરમી હશે અને મસ્કો કરવા બહાર લટકાવવામાં આવશે તો ખાટો થઇ જશે.આવી પરીસ્થિતિમાં દહીં કાણાવાળા વાડકામાં કાઢી,તેની નીચે તપેલી મૂકી ફ્રિજમાં મૂકવું.તેથી મસ્કો મોળો રહેશે.
- મસ્કા કરતાં અડધી ખાંડ લેવી.
ટીપ :
- હૂંફાળા દૂધમાં ૧ નાની ચમચી મોળું દહીં નાખી,બાઉલને કેસરોલમાં મૂકવાથી દહીં જલ્દી થાય છે.

No comments:
Post a Comment