સુરતી ઘારી
Ingredients - સામગ્રી:
- ૧૦૦ ગ્રામ મેંદો
- ચોક્ખું ઘી
- ૧૦ ગ્રામ બદામ પીસ્તાનો ભૂકો
- ૧ ચમચી મિલ્ક પાવડર
- ઈલાયચી
- જાયફળ
- ખાંડેલી જાવંત્રી
- ૧૦૦ ગ્રામ માવો
- ૬૦ ગ્રામ બૂરુ ખાંડ
- તળવા માટે ઘી
- ૧૦ ગ્રામ બૂરુ ખાંડ+ચોક્ખું ઘી+ડાલ્ડા ઘી ઘારીને પીવડાવવા
રીત:
- મેંદામાં મૂઠી પડતું ચોખ્ખા ઘીનું મોણ નાખો. ઠંડા પાણીથી લોટ બાંધો. પૂરી જેવા લૂવા કરીને પાતળી પૂરી વણો.
- આ પછી બદામ પીસ્તા ખાંડીને નાખો. તેમાં મિલ્ક પાઉડર ઈલાયચી જાયફળ જાવંત્રી ખાંડીને પ્રમાણસર નાખો. માવાને ધીમા તાપે શેકો અને તેનું ઘી છૂટું પડતા બદામ, પીસ્તા, જાયફળ, જાવંત્રી, ઈલાયચી નાખી ૧ મિનીટ શેકો. પૂરણ ઠંડુ કર્યા પછી બૂરું ખાંડ મેળવો. મેંદાની વણેલી પૂરીને ચોરસ કાપી તેમાં માવાને પેટીસ આકાર આપી મૂકો. સામસામેના પડ સહેજ પાણીથી ચોંટાદો.
- હવે ઘીમાં તળો. ઠંડી પડતા ડાલ્ડા ઘી અને ચોક્ખું ધી સહેજ ગરમ કરો. તેને નીચે ઉતારી બૂરું ખાંડ ભેળવો. ચોથા ભાગનો કપ ઘી હોય તો ૧ ચમચી ખાંડ નાખો. તૈયાર કરેલી ઘારી, ઘી ખાંડમાં બે ત્રણ વખત બોળીને બહાર થાળીમાં મૂકો. ઉપરનું પડ વધુ જાડુ કરવા ઘારીને થોડી વાર રેફ્રીજરેટરમાં મૂકી ફરી ઘીમાં બોળો.

No comments:
Post a Comment